
નરેશપરમાર -કરજણ –

નર્મદા નદીમાં માછીમારી કરતા એક દુર્લભ માછલી મળી
કરજણ ના દેલવાડા ગામે નદીમાંથી આશ્ચર્યજનક મચ્છી મળી આવી હતી. કરજણ તાલુકાના સોમજ -દેલવાડા ગામના જાદવભાઈ પ્રભુદાસ માછીમારી કરવા ગયા હતા ત્યારે એમની જાળ માં જોઈ ને લોકોમાં કુટુહલ સર્જાય એવી એક અલગ પ્રકાર ની માછલી ફસાઈ ગઈ હતી. મચ્છી મારવા ગયેલા લોકો એ આ માછલી ને પોતાના ઘરે લઈ આવ્યા હતા.આ માછલી પાણી વગર પર કેટલા કલાકો સુધી જીવતી રહી શકે છે. થોડા દિવસો પહેલા પુરસા ગામના તળાવ માંથી પણ આવી એક માછલી જાળ માં આવી ગઈ હતી. આ કઈ માછલી છે એ પણ એક નવાય ની વાત છે આ માછલી ને જોવા લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા



