ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : કુણોલ ગામે ઘાસચારો કાપતા સમયે મહિલાનો પગ લપસી પડતા કુવામાં પડી, ડૂબી જતા મહિલાનું મોત 

અહેવાલ 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ 

મેઘરજ : કુણોલ ગામે ઘાસચારો કાપતા સમયે મહિલાનો પગ લપસી પડતા કુવામાં પડી, ડૂબી જતા મહિલાનું મોત 

 

કેટલીક વાર જીવનમાં વ્યક્તિની આકસ્મિત ઘટનાઓ બનતી હોય છે અને આ ઘટનાઓમાં કેટલાક લોકો પોતાનું જીવન પણ ગુમાવતા હોય છે તેવી જ એક આકસ્મિક ઘટના સામે આવી જેમાં વ્યક્તિ એ વિચાર્યું પણ નહિ હોય અને અંતે મોત નીપજ્યું 

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કુણોલ ગામે સોનલબા નામની મહિલા બપોરના સમયે પોતાના ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયેલ હતી તે દરમિયાન ખેતરમાં આવેલા કૂવાપાસે ઘાસચારો કાપતા સમયે ઉભા થતા અચાનક પગ લપસી પડ્યો હતો અને મહિલા એકા એક કુવામાં ખાબકી હતી અને ડૂબી હતી તે સમયે પોતાના પતિ ઘાસચારોનો ભારો લેવા માટે ખેતરમાં આવે છે પરંતુ ત્યાં પોતાની પત્ની જોવા મળતી નથી અને કાપેલું ઘાસજોતા નજીક કુવામાં જોતા મહિલા કુવામાં પડેલ હોવાનું જાણવા મળતા એકાએક બૂમો પાડતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને મહિલા એ બહાર કાઢી 108 મારફતે બેભાન અવસ્થામાં ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે લાવામાં આવે છે જ્યાં તબીબએ મહિલાને મૃત જાહેર કરેલ આમ આકસ્મિત ઘટના ને પગલે પરિવાર પર આફત આવી પોહચી હતી

Back to top button
error: Content is protected !!