GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં આશ્રમ શાળામાં શિક્ષિકા ને બદલે તેની માતા ફરજ બજાવતા હોવાનું પકડાયુ.

મહીસાગર જિલ્લા મા આશ્રમ શાળા માં શિક્ષીકા ને બદલે તેની માતા ફરજ બજાવતી હોવાનું પકડાયું…

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

અમીન કોઠારી : મહીસાગર

આમ ફરી એક વખત ભાડુતી શિક્ષિકા આશ્રમ શાળા માં શાળામાં શૈક્ષણિક કામગીરી બજાતી હોવાનો વિડીયો વાયરલ થતાં શૈક્ષણિક જગતમાં હડકંપ……

 

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

મહીસાગર જિલ્લાની આશ્રમ શાળા માં ફરજ પરની શિક્ષિકા ની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડિયો સામે આવતાં તંત્ર એક્શન માં આવેલ જોવા મળે છે

 

સંતરામપુર તાલુકાના જાનવડ ગામ ખાતે આવેલ શ્રી નવયુવક ગ્રામ વિકાસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં ની ફરજ પર ની શિક્ષિકા રીટાબેન પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી શાળા માં ફરજ બજાવતા નથી ને તેમના સ્થાને રીટાબેન ની માતા ચંદ્રિકાબેન આ આશ્રમશાળા માં જઈને બાળકો ને ભણાવવા નું કામ કરે છે.

આમ નકલી શિક્ષક નો સંતરામપુર તાલુકામાં પર્દાફાશ થતાં ને તેની હકીકતો ની જાણ આદિજાતિ વિકાસ અધિકારી વગૅ.2. આશ્રમશાળા દાહોદ ને તથા શિક્ષણ વિભાગ ઊંઘમાં થી સફાળું જાગેલ અને તમામ આશ્રમ શાળામાં લેખિત માં જાણ કરી ને નિયમોનુસાર સંચાલન કરવા ની જાણ કરી ને માત્ર સંતોષ માનેલાનું જોવા જાણવા મળે છે.

 

લોકો માં ચર્ચાતી લોકવાયકા મુજબ આ શિક્ષિકા તેમનાં બાળકો ને ભણાવવા જીલ્લા બહાર હોઈ તે શાળા માં નહીં આવતાં હોય ને તેમનાં સ્થાને શિક્ષિકા ની માતા ચંદ્રિકાબેન શાળા માં આવે છે

ચંદ્રિકાબેન પટેલ કે જેવો રિટાયર્ડ શિક્ષિકા છે તેવો બાળકોને ભણાવતા કેમેરા માં થયા કેદ થતાં આ અવેજી નકલી
શિક્ષિકા નો ભાંડો ફૂટતા ને શાળામાં બાળકોને ભણાવતા કેમેરા માં કેદ થઈ જતાં ચુપચાપ આ નકલી શિક્ષિકા ચંદ્રિકાબેન પટેલ શાળા છોડી ને રવાના થઈ ગયા હતા.

ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેન ની જગ્યા પર આશરે ૨ વર્ષથી ભણાવી રહ્યા હોવાનું લોકમુખે ચચૉઈ રહેલ છે ત્યારે શું આ શાળા નાં મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષકો ને આ અવેજી માં ભણાવવા આવતાં નકલી શિક્ષક ની જાણકારી હશે કે નહીં???

ગ્રામજનોમાં જોર સોર થી ચાલતી ચર્ચા મુજબ, રીટાબેન ના પિતા આશ્રમ શાળાના ના ટ્રસ્ટ માં સભ્ય છે જેથી તેવો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવી લોકચર્ચા એ જોર પકડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, અગાઉ પણ મહિસાગર જિલ્લામાં ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વીડિયો સામે આવ્યાં હતા અને ફરી જાનવડ આશ્રમ શાળામા નકલી શિક્ષિકા ભણાવતા ઝડપાતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

Back to top button
error: Content is protected !!