GUJARATJASDALRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણની શ્રી મદાવા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ

તા.૧૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જસદણની શ્રી મદાવા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી, જેમાં શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ હરીયાણી તથા શાળાના શિક્ષકોએ ગીરના સાવજના ઈતિહાસથી લઈ આજની સ્થિતી સુધીની વિગતવાર સમજુતી આપી હતી.
શાળાના ૨૫૫ બાળકોએ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે પ્રતિજ્ઞા લીધી હતી અને બાળકોએ સિંહના માસ્ક પહેરી મદાવા ગામના તમામ વિસ્તારોમા રેલી દ્રારા સિંહના સંવર્ધન માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૧૦ ઓગસ્ટને “વિશ્વ સિંહ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.



