GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની મલાવ એમજીએસ હાઈસ્કૂલના આચાર્યને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ.

તારીખ ૧૬/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ની એમજીએસ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ મનુભાઈ પટેલ દ્વારા કાલોલ પોલીસ મથકે ગતરોજ નોંધાયેલ ફરિયાદ ની વિગત જોતા સ્વતંત્રતા દિવસની ઉજવણી સ્કૂલમાં સવારમાં ચાલુ હતી ત્યારે ૮:૩૦ કલાકે ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ નામના મલાવના ઈસમ સ્કૂલમાં આવ્યા હતા અને જોર જોર થી ગાળો બોલતા હતા સ્કૂલમાં પ્રમુખ ખાલી સ્ટેજ ઉપર બેસવા જ આવે છે કોઈ કામ કરતા નથી એવું કહી ગાળો બોલતા હતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને ઝપાઝપી કરી હતી તેમજ આચાર્યને ગદડાપાટુ નો માર મારતા તેઓના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો હતો જે બાદમા અન્ય લોકોએ સમજાવતા પરત આપી દિધો હતો.”તુ હાઈસ્કૂલમાં આવા લોકોને બોલાવીશ તો હુ તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આચાર્યને આપતા આચાર્ય દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.






