GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi:મહિલા કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ અર્થેના મેળાનો મોરબીમાં શુભારંભ

Morbi:મહિલા કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ અર્થેના મેળાનો મોરબીમાં શુભારંભ

 

 

૭૦ સ્ટોલ રાખી મહિલાઓ દ્વારા હસ્ત કળાની વસ્તુઓ, ગૃહ સુશોભનની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે


ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા મહિલા કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓના વેચાણ અર્થે આયોજીત મેળાનું મોરબી માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ થી તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૪ સુધી એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ખાતે મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મોરબી ધારાસભ્યશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અર્થે સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની છણાવટ કરી હતી. મેળામાં વેચાણ અર્થે આવેલ મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી આવેલી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મહિલાઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહીલાઓ પગભર બને તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં મહીલાઓ આર્થિક ઉપાર્જન કરી પગભર બની શકે તે માટે આ પ્રકારના મેળા ખૂબ મહત્વના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ ઓગસ્ટ સુધી આ મેળો ચાલનાર છે. જેમાં મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મહિલા કારીગરોએ સ્ટોલ રાખ્યા છે. આ સ્ટોલ પર મહિલા કારીગરો દ્વારા બનાવવામાં આવેલી વિવિઘ હસ્ત કળાની વસ્તુઓ, સાડી અને અન્ય કપડાઓ, કટલેરી, તોરણ અને ટોડલિયા સહિત ઘર સુશોભનની વસ્તુ સહિતની સામગ્રી વેચવામાં આવી રહી છે. જેથી મહિલા કારીગરોના ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લાના લોકોને આ મેળાનો લાભ લેવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!