DAHODGUJARAT

ધાનપુર તાલુકાના ગામમાં પીડિત મહિલાએ પતિને કીધું તમે નશો કરી નહિ આવો દશામાં વ્રત ચાલે પતિને અપશબ્દો બોલતા ૧૮૧ મહિલા મદદે 

તા. ૧૨. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:ધાનપુર તાલુકાના ગામમાં પીડિત મહિલાએ પતિને કીધું તમે નશો કરી નહિ આવો દશામાં વ્રત ચાલે પતિને અપશબ્દો બોલતા ૧૮૧ મહિલા મદદે

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના એક ગામમાંથી એક પરિણીતા બેનનો કોલ આવ્યો અને જણાવ્યું કે મેં દશામાનું વ્રત રાખ્યું અને આજે નશો કરીને આવીને મને અને મારા બાળકોને અપશબ્દો બોલી શારીરીક અને માનસિક ત્રાસ આપી હેરાન કરે છે. અને જમવાનું પણ બનાવવા દેતા નથી. અને મારકુટ કરે છે અને મારા પર વહેમ શંકા રાખી ને દરરોજ હેરાન કરે છે અને અમે જોડે કામ કરવા માટે જઈએ તો પણ મને પૈસા આપતા નથી. અને હું પૈસા માંગુ તો પણ મારી જોડે ઝગડો કરે છે. બીમાર હોય કે સામાન લાવવા માટે પણ પૈસા આપતા નથી. હું પૈસા માંગુ એટલે મારકુટ કરીને કરવા માટે આવે છે. અને મારે ૫ બાળકો છે. તેમનું પણ કઈ ભરણપોષણ નું કઈ કરતાં નથી એક પરિણીતાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન માં કોલ કરીને પોતાનું લગ્ન જીવન બચાવવા મદદ કરવા અનુરોધ થી અભયમ રેસ્કયું ટીમ લીમખેડા સ્થળ પર પહોંચી પીડિતા બેનના પતિને કાયદાકીય અને સામાજિક જવાબદારીનું ભાન કરાવતા બેનના પતિએ પોતાની ભૂલને કબુલી હતી. અને હવે પસી હું કામ કરવા માટે જઈશ. અને નશો નહિ કરૂં અને મારી પત્ની અને મારા બાળકોને શારીરીક અને માનસિક ત્રાસ નહિ આપું અને. સારી રીતે રાખીશ તેવી ખાત્રી આપી હતી અભયમ કાઉન્સેલર પીડિતા બેનના પતિને લગ્ન જીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીઓ થી વાકેફ કરેલ. સમાજીક અને કાયદાકિય જવાબદારી ભાન કરાવતા પીડિતા બેનના પતિએ પોતાની ભૂલને કબુલી હતી. અને છોકરાઓ ને પણ કોઈ પણ પ્રકારનો ત્રાસ નહિ આપું તેની ખાતરી આપી હતી અને પસી બંન્ને પતિ પત્નિ વચ્ચે અસરકાર કાઉન્સિલિંગ થી પારિવારીક ઝગડામાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યુ હતુ. પરણિતાએ પોતાને મળેલ મદદ બદલ આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!