BANASKANTHAGUJARATLAKHANI
		
	
	
લાખણી મા સખી મંડળની બહેનો ને પ્રાકૃતિક ખેતીની તાલીમ આયોજન કરાયું

નારણ ગોહિલ લાખણી
ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ખેતીમાં પાકતો પાક ધીમું ઝેર છે. જેથી રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ભરચક પ્રયાસો કરે છે.દિવશે ને દિવશે વધી રહેલા અલગ અલગ રોગો માથી મુક્તી મળે અને પ્રાકૃતિક ખેતી થકી આવનારી પેઢી પણ સુખી થાય 


તારીખ 12 થી 16 જુલાઈ સુધી પાંચ દિવસીય સખી મંડળની બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું એસપીએનએફ ટીમ દ્વારા આયોજન થયું છે. જેમાં
લાખણી તાલુકાના સંયોજક લક્ષ્મણભાઈ ટી. ચૌધરી અને સહ સંયોજક રમેશભાઈ કે ચૌધરી (પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર) બહેનોને સરળ ભાષામાં પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવી રહ્યા છે.બહેનો પણ ઉત્સાહભેર તાલીમ મેળવી રહી છે.
તાલીમ દરમિયાન બે ટાઈમ ચા નાસ્તો અને જમવાની પણ સુવિધા કરવામાં આવેલી છે.
				

