અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડના રમાસ ગામેથી ઝડપાયેલ બાંગ્લાદેશી યુવક ની તપાસ 14 કેન્દ્રીય એજન્સીને સોપાઈ, રમાસ ગામની યુવતી સાથે સંપર્કમાં આવ્યા હોવાની માહિતી સામે આવી
બાયડના રમાસમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાવાનો મામલે મોટો ખુલાસો થયો હતો જેમાં ગુજરાતની મુસ્લિમ યુવતી સાથે દુબઈ ખાતે લગ્ન કર્યા હતા અને યુવક યુવતિના સંપર્કમાં આવ્યો હતો અરવલ્લી SOG ટિમ દ્વારા બાંગ્લાદેશી બસીર અહેમદ અબ્દુલ મનાન નામના યુવકને વાત્રક નજીક ઇન્ડિયન પ્રેટોલ પંપ પાસેથી ઝડપી પાડ્યો હતો સમગ્ર બાબતે અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ જણાવ્યું હતું કે 14 કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ને જાણ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરાશે વધુમાં 16 દિવસથી બાંગ્લાદેશી યુવક રમાસ ગામે રહેતો હતો ઝડપાયેલ યુવક પાસે કોઈપણ પ્રકારના ભારતીય વિઝા ન હોવાનું સામે આવ્યું અને આ યુવક અંગે વધુ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામા આવશે





