GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા ખાણ ખનીજના અઘિકારીને જાનથી મારી નાખવાની ઘમકી આપતા : ખનીજચોર સામે ગુન્હો નોંધાયો 

MORBI:મોરબી જીલ્લા ખાણ ખનીજના અઘિકારીને જાનથી મારી નાખવાની ઘમકી આપતા : ખનીજચોર સામે ગુન્હો નોંધાયો

 

 

મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ ખાણખનીજની ઓફિસમાં ઘુસી ખનીજ માફિયાએ હંગામો મચાવી ખુલ્લે આમ ભૂસ્તરશાસ્ત્રીને જોઈ લેવા અને જાનથી મારી નાખવા ધમકી આપતા તાકીદે ઓફિસમાં રહેલા સિક્યુરિટી ગાર્ડને બોલાવી જામનગરના શામત કરમુરને કચેરી બહાર બેસાડી દેવામાં આવ્યો હતો જ્યાં પણ બેફામ ગાળાગાળી કરતા અંતે પોલીસને બોલાવી શામતને પોલીસ હવાલે કરી સમગ્ર મામલે ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ સેમાભાઈ વાઢેરે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી


મળતી માહિતી મુજબ મોરબીના લાલબાગ સરકારી વસાહતમાં બ્લોક નં. ડી-૩/૧૪માં રહેતા જીલ્લા ખાણ ખનીજ વિભાગના મુખ્ય અધિકારી જગદીશકુમાર સેમાભાઈ વાઢેર ઉવ.૩૩એ અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સામતભાઇ કરમુર રહે.જામનગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા. ૧૩/૦૮ના રોજ બપોરના અરસામાં કલેક્ટર કચેરી ખાતે આવેલ ખાણ ખનીજ વિભાગની ઓફિસે આરોપી સામતભાઈ બીજાની લીઝ બાબતે અન્ય લોકો સાથે રજુઆત કરવા આવેલ હોય ત્યારે રજુઆત કરનારની વચ્ચે ઓફિસમાં પરવાનગી વગર આવતા ફરિયાદી અધિકારીએ આરોપી સામતભાઈને ઓફીસની બહાર બેસવાનુ કહેતા જે આરોપીને સારૂ નહિ લાગેલ અને અગાઉ રાજકોટ ખાતે ફરિયાદી જગદીશકુમાર ફરજ ઉપર હોય ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરવા અંગે આરોપી સામતભાઈ વિરુદ્ધ કેશ/દંડ કરેલ હોય જેનો ખાર રાખી ખાન ખનીજ વિભાગના મુખ્ય અધિકારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી તેમજ અન્ય ગર્ભિત ધમકી આપતા અધિકારી દ્વારા ટેલીફોનથી પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની અટક કરી હતી. હાલ આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!