
ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રિય કક્ષા ની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકિય સંસ્થા છે તેમની રાષ્ટ્ર લેવલે 1500 જેટલી શાખાઓ આવેલી છે સંસ્થાના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા વર્ષ દરમિયાન કરવાનાં હોય છે જેમાં ભારત કૉ જાનો, વડીલ વંદના તેમજ ગુરૂ વંદન છાત્ર અભિનંદન , રાષ્ટ્રીય સમુહ ગાન સ્પર્ધા કેશોદનાં જલારામ મંદિર પાસે આવેલ ગોસ્વામી સમાજ માં ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સમુહ ગાન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદ ની 14 જેટલી શાળાઓનાં 108 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ ગીત થી કરવામાં આવેલ ત્યાર બાદ મુખ્ય મહેમાનો નિવૃત મામલતદાર ત્રિવેદી સાહેબ સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડો સ્નેહલ તન્ના, જગમાલભાઈ નંદાણીયા વગેરે દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું મહેમાનો નું શબ્દોથી સ્વાગત મહાવીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સંયોજક જીતેન્દ્ર પટેલનાં જણાવ્યા મુજબ કેશોદની 14 શાળાઓએ સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં નિર્ણાયકો ભૂપેન્દ્ર જોશી, રણજીત દાન ગઢવી અને દીપક જોશી નાં સંયુક્ત નિર્ણય દ્વારા પ્રથમ વાસાવાડી પ્રાથમિક શાળા, બીજા સ્થાને કન્યા વિનયમંદિર કે વી એમ શાળા જ્યારે ત્રીજા નંબર પર બેસ્ટ ઈંગ્લીશ સ્કુલ વિજેતા જાહેર કરેલ હતાં આઝાદ ક્લબના પ્રમુખ ડો હમીર સિંહ વાળા અને અશ્વિનભાઈ સાબલપરા નો આર્થિક સહયોગ મળેલ હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નિવૃત્ત શિક્ષક આર પી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડો સ્નેહલ તન્ના તથા કારોબારી સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




