
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૫ ઓગસ્ટ : શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર મધ્યે ૭૮ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવેલ સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પી. જાડેજા ના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવેલ. સંસ્થામાં રહેતા માનસિક દિવ્યાંગો દ્વારા સલામી સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ અજીતસિંહ સમા , રામજીભાઈ ચાવડા, માંનસંગજી સોઢા , વ્યવસ્થાપક શ્રી ખુશાલ ગાલા તેમજ કાર્તિકસિંહ જાડેજા તથા બલભદ્રસિહ ઝાલા વગેરે ઉપસ્થિત રહેલ. સંસ્થાના અંત્યવાશીઓને પ્રભાવના રૂપે મિષ્ટાન આપવામાં આવેલ.






