GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડના હસ્તે પોલીસ મથકે તિરંગો લહેરાવી સલામી આપી

તારીખ ૧૫/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર દેશ ભરમાં આજે ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઇ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પણ ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખુબ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે કાલોલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઇ આરડી ભરવાડ ના હસ્તે પોલીસ મથક ખાતે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી.આ પ્રસંગે તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહી ૭૮ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન શાનથી રંગે ચંગે ઉત્સાહભેર કરવામાં આવી હતી.






