AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

નશાબંધી મંડળ, ગુજરાત રાજ્ય,અમદાવાદ દ્વારા “તલપ એક નશાની” નાટક ભજવાયું.

નશાબંધી મંડળ ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા શ્રીમતી ઉર્મિલાબેન ચીમનભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં પૂર્વી આર્ટ થિયેટર નું " તલપ એક નશાની " નાટક ભજવાયું.

૭૮ માં સ્વાતંત્ર્ય દિન ના અનુસંધાન માં ૧૪ મી ઓગસ્ટે નાટક ભજવાયું. વ્યસન ની તલપ કેટલી હદે માણસ ની જીંદગી બરબાદ કરે તે વાત પ્રસ્તુત નાટક માં કરવા માં આવી છે.વ્યસન ની એક તલપ માણસ ને કેટલી હદે બરબાદ કરે છે તે વાત નો ચિતાર નાટક દ્વારા રજૂ કરાયો છે. યુવાનો પોતાના સપના સાકાર કરવા માટે કટિબદ્ધ બની જીવન માં ઉચ્ચતર સિદ્ધિ પ્રાપ્ત કરી દેશ ના વિકાસ માં સહભાગી બનવું જોઈએ.આ તલપ હોવી જોઈએ નહિ કે વ્યસન ની.કાર્યક્રમ ને અંતે યુવાનો ને દારુ અને ડ્રગ્સ જેવા થી દૂર રહેવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. ભરત પંચોલી લિખિત_ દિગ્દર્શિત નાટક ” તલપ એક નશાની” માં મુકેશ જાની, રવિ રાઠોડ, અરુણા ચૌહાણ અને ભરત પંચોલી એ શાનદાર અભિનય કર્યા હતા.
ડૉ. શ્રીમતી ઉર્મિલાબેન ચીમનભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ના રાષ્ટ્રિય સેવા યોજના વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વ્યસન મુક્તિ નો કાર્યક્રમ એન એસ.એસ.ઇન્ચાર્જ ડૉ ગોપાલ નકુમ અને પ્રોફેસર ઇન્ચાર્જ અલ્પેશ ઉપાધ્યાય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!