PRANTIJSABARKANTHA
દિવાળી સુધીમાં કાર્યકર્તાઓના પ્રવેશ સાથે ધમધમતું થશે ભારતીય જનતા પાર્ટી, સાબરકાંઠા જીલ્લાનું નવીન કાર્યાલય…
*દિવાળી સુધીમાં કાર્યકર્તાઓના પ્રવેશ સાથે ધમધમતું થશે ભારતીય જનતા પાર્ટી, સાબરકાંઠા જીલ્લાનું નવીન કાર્યાલય…*
ખૂબ જ વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાઓથી સજ્જ જેમાં પ્રમુખ – મહામંત્રીની ઓફિસ, વિવિધ મોરચાના પ્રમુખોની ઓફિસ, કાર્ય સંપન્ન વિસ્તાર, મીટીંગ હોલ, પેન્ટ્રી તેમજ વિશાળ પાર્કિંગ સહિત લીફ્ટની સુવિધા સાથેનું નવું કાર્યાલય દિવાળી સુધીમાં કાર્યરત થશે. અત્યારે તેનું કાર્ય પૂર્ણતાના આરે છે. આજરોજ જીલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ પુરવઠા મંત્રી ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જીલ્લા મહામંત્રી વિજયભાઈ અને હિંમતનગર શહેર પ્રમુખ વાસુદેવભાઇ સાથે નિર્માણાધિન કાર્યાલય સંકુંલની મુલાકાત આનંદપ્રેરક રહી.
અહેવાલ:- પ્રતિક ભોઈ