યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિર ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૮.૨૦૨૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની માં કાલિકા માતાજીના નિજ મંદિર પરિસર ખાતે ખાતે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી માઇ ભક્તિ તેમજ દેશભક્તિના સમન્વય સાથે ઉજવણી કરવામાં આવી હતી.મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલ સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરમાં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ તેમજ કર્મચારીઓ દ્વારા 15મી ઓગસ્ટના દિવસે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.જેમાં મંદિરના ગર્ભગૃહમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લગાવવામાં આવ્યો હતો. જેને લઇને રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિકતા ના સમન્વય થતા મંદિર પરિસર ખાતે હાજર ભક્તો પણ રોમાંચિત થઇ ગયા હતા.જ્યારે ધ્વજવંદનની સાથે સાથે કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દ્વારા માતાજીના દર્શનાર્થે આવેલા અનેક માઇ ભક્તોની હાજરીમાં મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે તિરંગા યાત્રા યોજી મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે તિરંગા યાત્રા થી માતાજીના નિજ મંદિર ની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.જેમાં જય માતાજી ના ભારે જય ઘોષ સાથે ભારત માતાકી જય ના પણ જય ઘોષ સાંભળવા મળ્યા હતા.








