કાલોલ મા જગતના તાત સાથે ખુલે આમ લુટ.!!યુરિયા ની થેલી ઉપર ૬૦ રૂપિયાથી વધુ લેતા વેપારી.

તારીખ ૧૬/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના બોરૂ ટર્નિંગ વિસ્તારમા આવેલી એગ્રો બિઝનેસ સેન્ટર નામની દૂકાનમાં ખેડૂતો માટે યુરિયા ની એક બેગ દીઠ ૧૦૦, ૮૦/ અને ૬૦ રૂ વધુ લેવાતા હોવાની માહીતી આધારે કાલોલ મિડીયા દ્વારા એક ખેડૂત ગ્રાહકને યુરિયા ખાતર લેવા આધાર કાર્ડ લઈને મોકલતા ૨૬૬.૫૦/ ની કીમત ને બદલે ૩૩૦/ રૂ વસૂલતા હોવાનુ અને બીલ નહી આપતા હોવાનુ રેકોર્ડ થઈ જવા પામી હતી મિડીયા દ્વારા વધારે પૈસા કેમ લો છો તેમ પુછતા હાલ માલની શોર્ટેજ છે તમારે ન જોઈએ તો પાછુ આપી દો મિડીયા દ્વારા પોતાની ઓળખ આપતા જીલ્લા પુરવઠા અધિકારી ને ફરિયાદ કરવા જણાવતા એવુ ન કરશો તેમ કહેવા લાગેલ જીલ્લા પુરવઠા અધિકારી તેમજ કાલોલ મામલતદાર ને ફોન કરતા નાયબ મામલતદાર ને મોકલી આપ્યા હતા જયારે ખેતીવાડી અધિકારી ને પણ જાણ કરતા તેઓએ નોટીસ કાઢી હોવાનુ જણાવી નક્કર કાર્યવાહી કરવાનુ આશ્વાસન આપ્યું છે ત્યારે ખેડુત જગતનો તાત કહેવાય છે જગતના તાત ની સાથે ખુલ્લેઆમ આવી ખુલ્લેઆમ લૂટ મચાવતા તત્વો સામે તંત્ર ઉદાહરણરૂપ નક્કર કામગીરી કરે તેવી જરૂર છે. કાલોલ તાલુકામા અને સમગ્ર રાજયમા આવા કેટલા દુકાનદારો હશે તેની નિષ્પક્ષ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે હાલ તો ખેતીવાડી અધિકારી દ્વારા નાયબ નિયામક સાથે તપાસ કરવાનુ આશ્વાસન આપ્યુ છે અને નોટીસ આપી હોવાનુ જણાવેલ છે. પંચમહાલ જીલ્લા મા દબંગ છાપ ધરાવતા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા આ બાબતે ખેડૂતો ની વ્હારે આવી ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરી ખેડૂતોને લૂંટાતા અટકાવે તેવી પણ સ્થાનીકો ની માંગ છે.





