
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના ચિકાર (ઝાવડા) ખાતે જૂની-નવી અદાવત રાખી જમીનમાં આંબા કલમો રોપવા બાબતે ઝઘડો થયો હતો.ત્યારે પોતાના સગા નાના ભાઈ-ભાભીએ જ મોટા ભાઈને માર માર્યો હતો.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વઘઈ તાલુકાના ચિકાર (ઝાવડા)ખાતે રહેતા પવન બારસુભાઈ ઠાકરે એ પોતાના કબજાની જમીનમાં આંબા કલમો લાવી રોપેલ હતી.જે બાબતની નવી – જૂની અદાવત રાખી તેમના જ નાના ભાઈ સુનિલ બારસુભાઈ ઠાકરેએ ઠપકો આપેલ કે “બધી જમીન તમારી જ છે. ફાવે તેમ કલમો રોપી ઉધારો” તેમ કહિ સુનિલ ઠાકરે એ હાથમાં રહેલ બળતણના લાકડાના ફાડચા વડે પવનભાઈને માથાના ભાગે તથા શરીરે સપાટા માર્યા હતા.તેમજ સુનિલભાઈની પત્ની પ્રેમિલાએ પવનને પકડી રાખી ઢીક્કા મુક્કીનો માર મારી નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે પવનભાઈને ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલમાં વઘઈ પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





