GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ધોરાજી-જુનાગઢ સ્ટેટ હાઈવે પર ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો

તા.૧/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ધોરાજી-જુનાગઢ સ્ટેટ હાઇવે ઉપર અને ધોરાજી ખાતે આવેલ રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને ધ્યાને લઇ ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો છે. રેલવે ફાટક આસપાસની ઓવરબ્રિજની કામગીરી કરવા માટે ટ્રાફિક ડાયવર્ટ કરવા ધોરાજી-જુનાગઢ સ્ટેટ હાઇવેના વૈકલ્પિક રસ્તા તરીકે જુનાગઢ-માખીયાળા-મજેવડી-વાલાસીમડી-ધોરાજી તથા ધોરાજી-ફરેણી-નાની પરબડી-ચોકી-જુનાગઢ રોડ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવા એ.કે.ગૌતમ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા હુકમ કરાયો છે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર બનશે.


