BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લામાં બે વર્ષમાં જ 38,772 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર થકી છેલ્લા ચાર વર્ષમાં 1.51 કરોડ આવક

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં 38,772 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી 24,056 એકર વિસ્તારમાં વાવેતર કર્યું છે.આત્મ પ્રોજેક્ટ થકી પ્રાકૃતિક ખેતી કરવા ચાર વર્ષમાં 3.39 લાખ ખેડૂતોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.
ખેતરમાં થતાં પાક અને શાકભાજી સહિતની વસ્તુઓ રાસાયણિક ખાતરથી ઉત્પાદન કરવામાં આવે છે,જેના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ રહી છે. સાથે માનવ સરીર પર પણ તેની અસર જોવા મળે છે. ત્યારે આ ખાતરોને તિલાંજલિ આપી શુદ્ધ ખોરાક લોકોને મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી કરવા રાજ્યપાલ અને રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે આત્મા પ્રોજેકટ અંતર્ગત ટેકનિકલ અને માસ્ટર ટ્રેનર થકી છેલ્લા ચાર વર્ષમાં કુલ 3.39 લાખ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.
તેના પરિણામની વાત કરીએ તો ત્રણ વર્ષમાં 38,772 ખેડૂતોએ 24,056 એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા થયા. આમ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે વેચાણ કેન્દ્ર થકી છેલ્લા ચાર વર્ષમાં 1,51 કરોડ થી વધુ આવક ખેડૂતોએ થઈ છે. તેમજ વર્ષ 2021 માં વેચાણ કેન્દ્ર ફક્ત 1 હતું, જેમાં હાલ વધારો થઈને 22 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.જેના થકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાક વેચાણ કરવામાં સરળ રહે અને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાઈ તે માટે આયોજન કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના આંક જોઈએ તો વર્ષ 2022માં 8077 ખેડૂતોએ 8092 માં વાવેતર કર્યું હતું.વર્ષ 2023 માં 35227 ખેડૂતોએ 20348 માં વાવેતર કર્યું હતું.આ વર્ષે 2024 માં 38,772 ખેડૂતોએ 24056 માં વાવેતર કર્યું છે.
ભરૂચમાં ખેતીવાડી વિભાગના સહયોગથી ચાલતા આત્મા પ્રોજેક્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કેટલા ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે.તેના આંકડા જોઈએ તો વર્ષ 2021 માં કુલ 391 તાલીમો થકી 9712 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.જ્યારે વર્ષ 2022 કુલ 2,197 તાલીમો આપીને કુલ 5,7,095 ખેડૂતો તૈયાર કરાય છે.વર્ષ 2023 માં કુલ 7,158 તાલીમો પૈકી 2,04,370 ખેડૂતોને તાલીમ આપી છે.જ્યારે વર્ષ 2024 માં કુલ 2,127 તાલીમોના આયોજન કરીને કુલ 68,725 ખેડૂતોને તાલીમ અપાઈ છે.

Back to top button
error: Content is protected !!