ગેરકાયદેસર મિલકતો પચાવી પાડતા ઈસમો ને બોધપાઠ આપતો હુકમ. એક જ જમીન ઉપર બે વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબીગ

તારીખ ૧૮/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મઘવાસ ગામની સર્વે નં ૮૪૬ વાળી બિનખેતી ની જમીન મુંબઈ ની મુકુંદ આર્યન લી નામની કંપનીએ વર્ષ ૧૯૮૪ મા ખરીદ કરી હતી જે જમીન મુળ માલીક સ્વ માનસિંહ ગોહિલે વર્ષ ૧૯૮૨ મા કાલોલના પ્રેમજીભાઇ બડઘા ને વેચાણ કરી હતી અને તેઓની પાસેથી કંપનીએ ૧૯૮૪ મા ખરીદ કરી હતી જે જમીન ઉપર ગેરકાયદેસર રીતે રશિમકબેન ઊર્ફે સીતા તે માનસિંહ નાનાભાઈ ગોહિલ ની પુત્રી અને બળવંતભાઈ પરમારની પત્ની દ્વારા કબજો કરી કાચુ પાકુ ઝૂપડું બનાવી પાણીનો બોર કરી ખેતી કરતા હોવાનુ કંપનીના પ્રતિનિધિ ને ધ્યાને આવતા તેઓએ કંપની ને જાણ કરતા કંપની દ્વારા જમીન ખાલી કરવા જણાવતા જમીન ખાલી કરી નહોતી જે બાદ કંપની ના અધિકૃત પ્રતિનિધિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટર કચેરીએ જમીન પચાવી પાડવાના ગુના બાબતે ઓન લાઈન અરજી દાખલ કરી હતી. અને રશિમકબેન ઊર્ફે સીતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.જે બાદ કલેક્ટર કચેરી ખાતેની અરજી તા ૦૬/૦૯/૨૩ ના રોજ દફતરે કરાઈ હતી. જે સમયગાળા દરમિયાન આ જમીન ઉપર રમેશભાઈ ચતુરભાઈ સેનવા (મકવાણા) એ આ જમીન ઉપર પાકુ મકાન બનાવી ખેતી કરતા હોવાથી તેઓ સામે લેન્ડ ગેબિંગ એક્ટ હેઠળ ગત તા ૦૪/૧૨/૨૩ ના રોજ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.રશિમકબેન ઊર્ફે સીતા ની અરજી ઉપર હાઈકોર્ટ કોઇ રાહત ન આપતા તા ૨૨/૦૫/૨૪ ના રોજ કલેક્ટર કચેરીએ ઓન લાઇન અરજી દાખલ કરતા અધિક નિવાસી કલેક્ટર દ્વારા તા ૦૬/૦૮/૨૪ ના રોજ લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ફરિયાદ કરવા હુકમ કરાતા હુકમ ની નકલ સાથે કંપની ના અધિકૃત પ્રતિનિધિ નિલેશ સોપાન સુરવશે એ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે જમીન પચાવી પાડવાના ગુનામાં મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે આજ રોજ આ જમીન ઉપર ના દબાણો જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.





