જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૮.૨૦૨૪
આજે રવિવારના રોજ જાંબુઘોડા પોલીસ મથકે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,હાલોલ DYSP વી.જે.રાઠોડ, જાંબુઘોડા PSI પી.આર.ચુડાસમા,જાંબુઘોડા તાલુકા પ્રમુખ લાલસીંગભાઇ બારીયાની વિશેષ ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં જાંબુઘોડા નગર ના આગેવાનો તેમજ તાલુકામાં થી પધારેલ સરપંચો અને સભ્યો સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે આ લોક દરબારમાં પ્રજાના પ્રશ્નો હોય તો જણાવો જેનો સત્વરે નિકાલ થાય તેમ પોલીસ વડા દ્વારા જણાવવા માં આવ્યું હતું તેમજ પોલીસ વડા દ્વારા કેટલીક જરૂરી બાબતો ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમ કે ટ્રાફિક ના નિયમો નું પાલન કરવું તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું તેમજ નાની ઉંમર ના બાળકો ને વાહન ચલાવવા આપવું નહીં અને લાયસન્સ પણ ફરજિયાત સાથે રાખવું જોઈએ તેમ એસ.પી.હિમાંશુ સોલંકી દ્વારા જણાવવા માં આવ્યું હતું.જ્યારે પ્રશ્ન માં DJ વાગવા ને કારણે વૃદ્ધો ને હાર્ટ એટેકની તકલીફ ધરાવતા દર્દીઓના જીવનું જોખમ વધી જાય છે જેથી આ વિસ્તારમાં ડીજે સિસ્ટમ રાખતા કેરિયરોને પણ પોતાની ડીજે સિસ્ટમને ધીમા વગાડવા જણાવ્યું હતું.આ સાથે જ આજ કાલ સાયબરના ગુના ઓ માં પણ દિન પ્રતિદિન ગુનાઓ વધી રહ્યા છે જેમ કે અજાણ્યા નંબર થી ફોન આવવો અને લોભામણી લાલચો આપતા હોય છે અને પછી મોબાઇલ ઉપર ઓટીપી મોકલીને ઓનલાઇન જે છેતરપિંડી કરવામાં આવતી હોય છે જેથી કરીને આવા કોલ આવતા હોય તો ઓટીપી આપવો નહીં અને સાવચેત રહેવા માટે પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા.જ્યારે લોક દરબારના અંતે પી.એસ.આઇ.પી.આર ચુડાસમાએ લોક દરબારને લઈને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.