વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારાનાં ‘મોન્સુન ફેસ્ટિવલ’માં ડાંગી આદિવાસી નૃત્ય કલા મંડળ દ્વારા મોડે મોડે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું ડાંગી નૃત્ય રજુ કરવામાં આવ્યુ હતુ.જોકે રાજ્યનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓ મલાય મેળવવાનાં હેતુથી રજાઓમાં જ કાર્યક્રમ યોજી રહ્યા હોય તેવુ જોવા મળતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા ‘મોન્સૂન ફેસ્ટિવલ’ માં રજૂ થતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકાર/મંડળીઓનાં કાર્યક્રમોની ઉઠેલી લોક માંગ, છેક દિલ્હી દરબાર સુધી પહોંચતા તેના સાનુકૂળ પરિણામો મળ્યા છે.બે દિવસ પૂર્વે લોકસભાનાં નાયબ દંડક ધવલભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલે ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓ તથા આયોજકોને આડે હાથ લીધા હતા.જોકે અહી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા માત્ર શનિ રવિની રજાઓમાં કાર્યક્રમો યોજી પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવા માટે જકાર્યક્રમો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.રાજ્યનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગનાં અધિકારીઓ મલાઇ મેળવવાનાં હેતુથી રજાઓમાં જ કાર્યક્રમ યોજે છે.માત્ર શનિવાર અને રવિવારના રોજ જ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યુ છે.જોકે મેઘ મલ્હાર મોન્સુન ફેસ્ટિવલ તો કેટલાય દિવસથી ચાલી રહ્યો છે.તો તે હિસાબે દરરોજ આ પ્રકારે કાર્યક્રમો થવા જોઈએ પરંતુ અધિકારીઓ માત્ર પોતાના આર્થિક સ્વાર્થ સંતોષવામાં જ રસ દાખવતા હોવાથી ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ નજરો નજર પ્રતીત થઈ રહ્યુ છે.તેમજ વધુમાં મોન્સૂન ફેસ્ટિવલમાં શાળાનાં બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે.કારણ કે શાળાના બાળકો પાસે પણ કાર્યક્રમો કરાવવામાં આવે છે અને બિલ અધિકારીઓ પોતાના ખિસ્સામાં જ મૂકી દેતા હોય છે.કારણ કે બાળકોને તો કોઈ પણ પ્રકારનું ચુકવણુ કરવામાં આવતુ નથી.સાથે મોન્સૂન ફેસ્ટિવલને આજે અઢાર દિવસ પુરા થયા છે તેવામાં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મોડે મોડે સ્થાનીક કલાકારોને સ્થાન આપી કયો મેડલ મેળવવા માંગે છે તે સમજાતુ નથી.ત્યારે અહીં ગુજરાત પ્રવાસન વિભાગ તથા સાંસ્કૃતિક વિભાગનાં અધિકારીઓ દ્વારા વાહ વાહીનાં બણગા જ ફૂકવામાં આવે છે કે કેમ ? શું અધિકારીઓને પ્રવાસીઓના હિતમાં કાર્ય કરવામાં રસ નથી દાખવી રહ્યા ? અધિકારીઓને માત્ર પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં જ રસ છે ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.જોકે હવે આગળ પણ અધિકારીઓ અને પ્રવાસન વિભાગ દ્વારા ગેરરીતિ આચરીને માત્ર લુંટ જ ચલવવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ.