
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૯ ઓગસ્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહાય અપાવવાના નામે ભચાઉમાં બે વૃદ્ધ મહિલા પાસેથી પાંચ લાખના દીગીના પડાવી લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે રહેતા ધનીબેન બાલાભાઈ રાવરિયા અને મુરીબેન બેલકીભાઈ રાવરિયા (દેરાણી-જેઠાણી) ભોગ બન્યા હતા. મૂળ વાંઢિયાના અને ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને ધંધાર્થે મુંબઈમાં સ્થાયી થયેલા કમલેશભાઈ રાવરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમની માતા ધનીબેન અને મોટી માતા મુરીબેન સાથે ઠગાઈ થઈ છે. પાંંચ દિવસ અગાઉ તેમના માતા આધોઈ ગામે ગયા હતા. જ્યાંથી પરત સામખિયાળી બસ સ્ટેશને આવી બસની રાહ જોતા હતા મહિલા હું વડાપ્રધાન મોદીની કિટ સહાય અપાવું છું. તમારે જોઈતી હોય તો નામ લખાવવા જણાવ્યું હતુું. જેથી બન્ને દેરાણી-જેઠાણીના નામ અને મોબાઈલ નંબર અજાણી મહિલાએ નોંધી ૧પમી ઓગસ્ટના વાંઢિયા ગામે આવી હતી. ઘરે આવી કહ્યું કે, ભચાઉ કિટ લેવા માટે જવું પડશે, જેથી ત્રેણય જણા ગયા ત્યારે ગામના કેમેરામાં કેદ થઈ ગયા હતા. વાંઢિયાથી શિકારપુર ત્યાંથી સામખિયાળી થઈ ભચાઉ ગયા હતા. ભચાઉ બસ ડેપોની બહાર ઉભા રહ્યા અને અજાણી મહિલાએ સામે વિનાયક સ્ટુડિયો બતાવી કહ્યું કે, તમારા દાગીના ઉતારી આ થેલીમાં રાખી દયો અને સામે સ્ટુડિયોમાં ફોટો પડાવી આવો. સહાય લેવા માટે જશું ત્યારે દાગીના હશે તો સહાય નહીં આપે. વિશ્વાસમાં આવી દાગીના કાઢવા જતા નીકળ્યા ન હતા, જેથી મહિલા સાબુ અને પાણી લઈ આવી અને દાગીના કાઢી થેલીમાં રાખ્યા હતા. અજાણી મહિલાએ કહ્યું કે, તમે ફોટો પડાવી આવો ત્યાં સુધી હું દાબેલી ખાઈ લઉં. ફોટો પડાવીને પરત આવ્યા ત્યારે મહિલા પાંચ લાખના દાગીના લઈને ગૂમ થઈ ગઈ હતી. આસપાસ કલાક સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારે જાગૃત નાગરિકે વૃદ્ધ મહિલાને તમે નજીકમાં પોલીસ સ્ટેશન છે ત્યાં જાવ તેમ કહ્યું હતું, જેથી પોલીસ સ્ટેશને જતા પોલીસે હકીકત જાણી વૃદ્ધ મહિલા સાથે સ્થળ પર આવી લોકેશન ચેક કરી તપાસ કરી હતી. ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી તેમજ સિનિયર સિટીઝનોની સુરક્ષા મુદ્દે પણ સવાલ ઉભો કરવામાં આવ્યો હતો ભચાઉ પોલીસ સ્ટેશન પણ જાણવા જોગ નોધાઈ ફરિયાદ નોધાઈ છે આગળ ની તપાસ ચાલુ છે.




