વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ ઓગસ્ટ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી અને આયુર્વેદ શાખા જિલ્લા પચાયત-કચ્છ દ્વારા ૨૧ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ સુધી નેશનલ આયુષ મિશન અંતર્ગત ‘વર્લ્ડ સીનીયર સીટીઝન ડે’ નિમિતે કચ્છ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) દ્વારા “આયુષ સેવાઓ પૂરી પાડી જીરીયાટ્રીક કેમ્પ દ્વારા વડીલોના જીવનની સ્વાસ્થ્યલક્ષી ગુણવતા સુધારી સ્વસ્થ અને સુખી સમાજના નિર્માણમાં મદદ કરી શકાય તે હેતુથી” જીરીયાટ્રીક કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૃદ્ધાશ્રમ માધાપર, પોલીસ ચોકીની બાજુમાં, માધાપર, તા.ભુજ., વૃદ્ધાશ્રમ અંજાર, જી.ઈ.બી.ની સામે, રોટરી ક્લબ, અંજાર તા.અંજાર.સરકારી આયુર્વેદ દવાખાનુ નખત્રાણા, બસ સ્ટેન્ડની પાછળ, આંનદનગર, તા નખત્રાણા. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ, રોહા સુમરી, તા.નખત્રાણા સરકારી આયુર્વેદ દવાખાનું, સુખપર સોઢાવાસ-જુનાવાસ, સુખપર તા. ભુજ ખાતે કેમ્પોનું આયોજન કરાયું છે. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત કચ્છ ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.