GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ થી મલાવ તરફ જતા રોડ ઉપર બાઇક પર સવાર યુવાન ખાડામાં પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત.

તારીખ ૨૧/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ તરફ જતા રોડ ઉપર જવાબદાર તંત્રના પાપે ઠેર ઠેર ખાડા પડી જવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે તો નિર્દોષ વાહનચાલકોના જેથી જીવ બચે, ગતરોજ રવિવારે રાત્રિના સુમારે કાલોલના મલાવ રોડ ઉપર મોટરસાયકલ ઉપર જતા ઈસમની મોટરસાયકલ ખાડા મા પડતા અકસ્માત થતા બાઇક પર સવાર એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેમાં ઘાયલ યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.






