GUJARAT
શિનોર સેવાસદન ખાતે સમસ્ત શિનોર ST,SC સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું
ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સેવાસદન ખાતે સમસ્ત શિનોર ST,SC સમાજ દ્વારા શિનોર મામલતદાર એમ.બી.શાહ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ SC,ST સમાજના આરક્ષણ અંગેના વર્ગીકરણ ના ચુકાદાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.ભારત બંધ ના સમર્થનમાં શિનોર મામલતદાર એમ.બી.શાહને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આરક્ષણમાં ક્વોટા સિસ્ટમ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 1 ઓગસ્ટ ના રોજ અપાયેલ ચુકાદાને લઈને સમસ્ત ST,SC સમાજ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. SC,ST સમાજના લોકો શિનોર તાલુકા સેવાસદન ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઇ બોલો એ બોલો જય ભીમ બોલો, અનામત કોટા સિસ્ટમ બંધ કરો.જય ભીમ જય સંવિધાન ના સૂત્રોચાર સાથે શિનોર મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ કાયર્ક્રમ માં સમસ્ત ST,SC સમાજ શિનોર ના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.







