સાબરકાંઠા માં S.C S.T આરક્ષણમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયરનો વિરોધ…


સાબરકાંઠા માં S.C S.T આરક્ષણમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયરનો વિરોધ…
બંધના એલાનને લઇ સાબરકાંઠા જિલ્લામાં કરફ્યુ જેવી સ્થિતિ…
તસ્વીર:-
ભારત વર્ષમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસ.ટી એસ.સી અનામત મામલે તાજેતરમાં કરાયેલા નિર્ણયનો હવે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. જેમાં સાબરકાંઠાના ઈડર શહેર તેમજ વિજયનગર શહેર કક્ષાએ બજારો શાળા કોલેજો ચુસ્ત બંધ પાડી વિરોધ કરાયો હતો. એસ.ટી એસ.સી સમુદાય દ્વારા આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નોન ક્રિમિલિયર સહિત એસ.ટી. એસ.સી અનામત માં ફેરફાર કરવા મામલે નિર્ણય કરાય એના પગલે ભારત બંધનું એલાન અપાયું હતું. જેમાં સાબરકાંઠાના ઈડર તેમજ વિજયનગર સહિતના વિસ્તારમાં ભારત બંધના એલાનને ચુસ્ત સમર્થન મળતા સમગ્ર જીલ્લામાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. સાબરકાંઠાના ઈડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, તલોદ, પ્રાંતિજ, તેમજ હિમતનગર વિસ્તારમાં ભારત બંધના એલાનને વ્યાપક જન સમર્થન મળ્યું હતું. જે અંતર્ગત વહેલી સવારથી જ એસ.ટી એસ.સી ના વિવિધ જૂથો દ્વારા એક જાહેર રેલી યોજવામાં આવી હતી. તેમજ જાહેર રેલી પહેલા સાબરકાંઠા જિલ્લાના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા એસ.ટી એસ.સી વર્ગમાં નોન ક્રિમિલિયર રજૂ કરવા જેવા ફેરફારો સૂચવાયા છે. જેના વિરોધમાં વહેલી સવારથી જ સાબરકાંઠાના વિસ્તારમાં લોકોએ સ્વેચ્છાએ બંધ પાડી સુપ્રિમ કોર્ટ સામે વિરોધ નોંધાયો હતો. તેમજ એસ.ટી એસ.સી અનામત મામલે આગામી સમયમાં બંધારણમાં ફેરફાર થવાના મામલે ભારે રોષ દર્શાવ્યો હતો. બંધના એલાનને લઇ સમગ્ર સાબરકાંઠા જિલ્લો પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. ત્યારે એસ.સી એસ.ટી સમાજના સંગઠનો દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજી વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે બંધના એલાન વરચે જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. હાલના સમયે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર અનામત નોન નોન ક્રિમિલિયર અને ક્રિમિલિયર બાબતે એસ.સી તેમજ એસ.ટી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આવનાર દિવસોમાં સરકાર તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસ.સી અને એસ.ટી સમુદાયની માંગ સ્વીકારવામાં નહિ આવે તો ચોક્કસ પણે દેશમાં નવા આંદોલનની આગ ઉભરી આવશે તે બાબત નક્કી છે…
જયંતિ પરમાર સાબરકાંઠા




