MORBI:મોરબીના ના ખરેડા ગામે ૧૦૦ દિવસ ટીંબી નિર્મૂલન ઝુંબેશ અંતગર્ત એક્સ – રે કેમ્પ આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબીના ના ખરેડા ગામે ૧૦૦ દિવસ ટીંબી નિર્મૂલન ઝુંબેશ અંતગર્ત એક્સ – રે કેમ્પ આયોજન કરવામાં આવ્યું
પ્રવર્તમાન સમયમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સૂચના મુજબ ” ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગમાં 100 દિવસીય ટીબી નિર્મૂલન ઝુંબેશ ચાલે છે” જે અન્વયે ડો. ધનસુખ સર અજાણા જિલ્લા ક્ષય અધિકારી(મોરબી), ડો. નિકુંજ સબાપરા મેડિકલ ઓફિસર(ખરેડા) તથા સંજયભાઈ હમીરપરા સુપરવાઈઝર દ્વારા તમામ ગામોમાં આરોગ્યલક્ષી વિશેષ સેવાઓ દ્વારા લોકોને માહિતગાર કરી. લક્ષણો ના હોય તો પણ ટીબી નું નિદાન જરૂરી છે.જન- જન નું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન. છેલ્લા પાંચ વર્ષમાં જેને ટીબી થયો હોય, ટીબી ના દર્દીઓ સાથે સંપર્ક માં આવનાર ડાયાબિટીસ ના દર્દીઓ,૬૦ વર્ષથી મોટા વ્યક્તિઓ કુપોષિત વ્યક્તિઓને સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આ અન્વયે આજે PHC ખરેડામાં X-RAY CAMP નું આયોજન કરવામાં આવ્યું તથા તમામ શંકાસ્પદ વ્યતિઓનો x-ray કરવામાં આવ્યા.









