BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી
22 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી પટેલ આર્ટ્સ & એસ.એ પટેલ કોમર્સ કૉલેજ પાલનપુરમાં તારીખ-૨૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ’ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા’ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં અમારી કોલેજમાં જ શિક્ષણકાર્ય પૂર્ણ કરેલ ભૂતપૂર્વ પાંચ વિદ્યાર્થીઓ કે જેઓ અત્યારે ઉદ્યોગ ક્ષેત્રે કાર્યરત છે તેમને આમંત્રણ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. ઉદ્યોગ ક્ષેત્રે તેમના પ્રતિભાવો આપી અન્ય વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. મનિષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ડાલવાણીયા હિરલબેન,ચૌધરી એકતાબેન અને કુશવાહ રિતિક ભાઈ કર્યું હતું.