WANKANER વાંકાનેર ના ચંદ્રપુર નજીક પ્લાયવુડની ઝીણી રજી ઉડવા જેવી સામાન્ય બાબતે દુકાનદાર ઉપર હુમલો
WANKANER વાંકાનેર ના ચંદ્રપુર નજીક પ્લાયવુડની ઝીણી રજી ઉડવા જેવી સામાન્ય બાબતે દુકાનદાર ઉપર હુમલો
વાંકાનેર સિંધાવદર કાસમપરામાં રહેતા અને વાંકાનેરના ચંદ્રપુર ગામ નજીક આવેલ એબીસી એગ્રોબિઝનેશ સેન્ટરમાં ડીઝીટલ પ્લાય નામની દુકાન ધરાવતા તોફીસઅખ્તરભાઈ અલીભાઈ માણસીયા ઉવ.૩૮ એ એબીસી સેન્ટરમાં દુકાન ધરાવતા આરોપી ભુપેન્દ્રભાઈ ચંદુભાઈ કુમખાણીયા તથા ચંદુભાઈ રામજીભાઈ કુમખાણીયા રહે.જીનપરા વાંકાનેર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૧ જુલાઈના રોજ બપોરના અરસામાં ફરીયાદી તોફીસઅખ્તરભાઈ પોતાની દુકાને પ્લાઈવુડ કાપતા હોય અને ત્યારે આરોપીની દુકાન બાજુમા આવેલ હોય જેથી આરોપીની દુકાનમા લાકડાની ઝીણી રજ ઉડતા આરોપી પિતા-પુત્ર તોફીસઅખ્તરભાઈ દુકાને આવી પ્લાઈવુડ અંદર કાપવાનુ કહેતા તેઓ પ્લાય કટિંગનું કામ પોતાની દુકાનમાં કરવા ચાલ્યા ગયા હતા. બાદ આરોપી પિતા-પુત્રએ ‘તુ દરરોજ કામ કરી ઝીણી રજી અમારી દુકાનમા આવે છે તેમ કહી તોફીસઅખ્તરભાઈને જેમફાવે તેમ અપશબ્દો બોલી દુકાનમા પડેલ લાકડીથી માથામા મારી ઈજા કરી હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે બંને પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.