અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટો વિડિયો 2025 નું આયોજન કરવામાં આવ્યું.
નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિયન દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કર્યું હતું તેમાં અન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને એસોશિયનના પ્રમુખ રામસિંગ રાજ પુરોહિત અમિતભાઈ પટેલ મંત્રી અને નોર્થ ગુજરાત એસોસિયન જોડે મળી દીપ પ્રાગટ્ય કરી આ એસોસિયન ને ખુલ્લુ મુકવામાં આવ્યો હતો આ ફોટો ફેરમાં પાંચ જિલ્લાના સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતા અને 5 હજાર જેટલા દરેક ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રોએ 60 કરતાં વધારે સ્ટોલની મુલાકાત લીધી હતી તેમાં દરેક કંપનીઓ દ્વારા વિવિધ પ્રોડક્ટો આ ફેરમાં જોવા મળી હતી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા દ્વારા આયોજિત ફોટો ફેર માં NGPA ફોટોગ્રાફ એસોશિયન ના તમામ હોદ્દેદારો એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો