GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઘુંટુ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના ઘુંટુ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના ઘુંટુ ગામે તાલુકા પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં રૂપિયાની લેતી દેતી કરી જુગાર રમતા કુલ ત્રણ ઇસમોને પકડી લેવાયા હતા. જેમાં નારણભાઇ ઉર્ફે લાલજી દેવજીભાઇ માલકીયા ઉવ-૩૨, સાગરભાઇ દેવજીભાઇ માલકીયા ઉવ-૨૭ તથા અરવિંદભાઇ ચુનીલાલ સુરેલા ઉવ-૩૩ ત્રણેય રહે ઘુંટુગામ તા.જી.મોરબીવાળાની અટક કરી તેમની પાસેથી રોકડા ૧૦,૬૦૦/- કબ્જે કરવામાં આવ્યા હતા.










