GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર હત્યાચાર બાબતે નરેન્દ્ર મોદી વિચાર મંચે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

તારીખ ૨૩/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ મામલતદાર કચેરી ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હત્યાચાર બાબતે મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું જેમાં હિન્દુઓ પરના દમન તથા હિન્દુ ધર્મસ્થાનોને નુકસાન પહોંચાડવા જેવી હિંસક પ્રવૃત્તિઓને સખ્ત શબ્દોમાં વખોડી હિન્દુ સમાજના લોકોની સલામતી તથા જાનમાલને નુકસાન ન થાય તે અંગેના પ્રયાસની માંગ કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવી છે જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી,પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ રાજેશભાઈ પરમાર,મહામંત્રી વાઘાભાઈ ભરવાડ,કાલોલ તાલુકા અધ્યક્ષ ભારતસિંહ, હોદ્દેદારો છત્રસિંહ,કાંતિભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






