BHARUCHNETRANG

નેત્રંગ પંથકમા છેલ્લા દસ કલાક દરમિયાન પોણા બે ઇચ વરસાદ…, મોસમનો કુલ વરસાદ ૪૬.૫ ઇચ.

 

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

તા.૨૩/૦૮/૨૦૨૪

 

નેત્રંગ નગર સહિત પંથક ભરમા છેલ્લા નવ દિવસ થી ભારે ઉકળાટ અને બફારાથી લોકો હેરાનપરેશાન થઈ ઉઠીયા હતા, બે દિવસથી કાળાદિમાંગ વાદળો ભારે ગાજવીજ થતા કેટલાક વિસ્તારો મેઘરાજા મહેરબાન થતા હતા, આજે મેધરાજ આખા પંથકમા મહેરબાન થતા આજે તા ૨૩મીના રોજ સવારના છ વાગ્યા થી લઇ ને સાંજના ચાર વાગ્યા સુધીમા ૪૨ એમ,એમ. ( પોણા બે ઇચ  ) જ્યારે મોસમનો કુલ વરસાદ ૧૧૧૮ એમ,એમ ( ૪૬.૫ ઇચ ) નોધાય ચુકયો છે. વરસાદ પડતા નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદીમા ધોડાપુર આવતા બે કાઠે વહેતી જોવા મળી હતી, વરસાદ ને લઇ ને લોકોને ઉકળાટ બફારાથી રાહત મળી છે. આ લખાઇ રહ્યુ છે ત્યારે રીમઝીમ વરસાદ ચાલુ છે.

 

ફોટો મેટર.

Back to top button
error: Content is protected !!