GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ ના સહયોગથી સર્વોદય કોલેજ ખાતે કાનુની શિક્ષણ શિબીર યોજાઈ

 

તારીખ ૨૩/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સર્વોદય કોલેજ ઓફ એજયુકેશન ડેરોલસ્ટેશન ખાતે તારીખ ૨૩/૦૮/૨૦૨૪ ના રોજ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ કાલોલ ના સહયોગથી કાનુની શિક્ષણ શિબીર નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં જાણીતા એડવોકેટ બી.બી.પરમાર, એડવોકેટ આર.એમ.ઉપાધ્યાય, એડવોકેટ એચ.એન.મકવાણા નાઓએ સર્વોદય કોલેજ ઓફ એજયુકેશન ના વિદ્યાર્થીઓને મફત કાનુની સહાય,સ્ત્રીઓને લગતા કાયદા વિષે માહિતી આપી હતી તથા સર્વોદય કોલેજના ગ્રંથપાલ (લાયબ્રેરીયન) ગૌરી.એમ.પાંડે એ પુસ્તકનું જીવનમાં મહત્વ વિષે માહિતી આપી હતી. કોલેજના વિદ્યાર્થીઓ ધ્વારા કાયદાને લગતી પ્રશ્નોતરી કરવામાં આવેલ જેનો હાજર વકીલોઓએ સંતોષકારક રીતે સમજાવી તેઓની મુઝવણ દુર કરેલ હતી.

Back to top button
error: Content is protected !!