થરાદના પઠામડા ગામે બની રહેલા પંચાયત મકાનમાં ભષ્ટ્રાચારીઓનું પાપ છાપરે ચડી પોકાર્યું
બનાસકાંઠા જિલ્લો એ આંતરિયાળ વિસ્તાર કહેવાય છે ત્યારે, આ આંતરિયાળ વિસ્તારમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે. અમૂક કોન્ટ્રાકટર અને અધિકારીઓ મિલિભગતથી હલકી ગુણવત્તાની કામગીરી કરી ભષ્ટ્રાચાર આચરતાં હોવાની અવરનવર રાવ ઉઠતી હોય છે. ત્યારે થરાદના પઠામડા ગામે બની રહેલા નવીન પંચાયત ઘરની કામગીરી હજુ પૂર્ણ પણ થઈ નથી અને તેના પહેલાં મકાનની છત પર જવાની સીડીમાં મોટી તિરાડો પડી જવા પામી છે.
નીચે પડવાની શક્યતા રહેલી છે.જેને પગલે ગામના અગ્રણી દ્વારા અગાઉ પણ પંચાયતના વહીવટીતંત્રને જાણ કરી હતી કે, કામગીરી હલકી ગુણવત્તાની થઇ રહી છે. જે બાબતે તપાસ કરી કામગીરી કરવા જણાવ્યું હતું. ત્યારે આજ મોટી તિરાડ દેખાતાં ગામજનો પંચાયત પાસે આવી પંચાયતના કર્મચારીઓને જાણ કરતાં તાત્કાલિક સાઇડ પર પહોંચી ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી. પઠામડા ગામના અગ્રણી ભમરાજી વાઘેલાએ જણાવ્યું હતું કે, ગામમાં નવીન પંચાયત ઘર બની રહ્યું છે જે બંને તે પહેલાં સીડી ટુટી ગઇ છે. પઠામડા ગ્રામ પંચાયતના વહીવટદાર હિતેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, જે આ કામગીરીમાં 28 દિવસે ખોલવાનું હોય છે તે 13/14 દિવસમાં ખોલી નાખ્યું હતું અને સીડી હોવાથી તેના પર વજન લઈને ચાલવાથી આ થયું છે. જે કાલે રેડી થઇ જશે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લાખોના ખર્ચે પંચાયત ઘર બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે આવા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અને હલકી ગુણવત્તાની કામગીરી ના કારણે ગ્રામજનોને ભોગવવાનો વારો આવે છે. જે બાબતે લાગતાં વળગતા અધિકારીઓ ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લાખોના ખર્ચે પંચાયત ઘર બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે આવા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અને હલકી ગુણવત્તાની કામગીરી ના કારણે ગ્રામજનોને ભોગવવાનો વારો આવે છે. જે બાબતે લાગતાં વળગતા અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરી જે મળતીયાઓ છે તેની સામે કાર્યવાહી કરે એવી ગ્રામજનોની માગ ઉઠવા પામી છે.થરાદ તાલુકાના પઠામડા ગામે બની રહેલા નવીન મકાનમાં હજુ કામગીરી ચાલુ છે ત્યારે, સીડી બનાવવામાં હલકી ગુણવત્તાના કારણે મોટી તિરાડો આવતાં અને ટુટી પડવાની દહેશતે સ્થાનિક લોકોએ કામગીરી પર સવાલો પણ ઉઠાવ્યા હતા. હાલ તો ગ્રામપંચાયતના વહીવટી વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરી ગ્રામજનો સાથે ચર્ચા કરી હતી.
પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા