GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:ડ્રોન દીદી યોજના થકી મોરબીના મનિષાબેન રાંકજા આત્મનિર્ભર બન્યા

MORBi:ડ્રોન દીદી યોજના થકી મોરબીના મનિષાબેન રાંકજા આત્મનિર્ભર બન્યા

 

 

મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે ડ્રોન દીદી યોજના મહત્વપૂર્ણ; ગ્રામીણ વિસ્તારની મહિલાઓના જીવન ધોરણમાં આવ્યા ક્રાંતિકારી સુધારા

ડ્રોન દીદી યોજના સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલી એક મહત્વકાંક્ષી પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવી કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધારવાનો છે. ત્યારે મોરબીના મનિષાબેન રાંકજા કે, જેમણે વધારે પુરુષ જ જોડાય એવા વ્યવસાયમાં જોડાઈ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સાથે સરકારની આ ડ્રોન દીદી યોજનાને સાર્થક બનાવી રહ્યા છે.


મોરબીના બગથળા ગામના વતની ડ્રોન દીદી મનિષાબેન રાંકજા જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ માટે ડ્રોન દીદી નામની એક મહત્વની યોજના બનાવી છે, જે યોજના હેઠળ ડ્રોન દીદી તરીકે લાભ મળ્યો છે. મને સરકાર દ્વારા વડોદરા ખાતે ૧૨ દિવસની ડ્રોન ઓપરેટ કરવાની નિશુલ્ક તાલીમ આપવામાં આવી હતી, જ્યાં ટ્રાન્સપોર્ટેશન, રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે તાલીમ બાદની પરીક્ષામાં ઉત્તિર્ણ થતા મને સરકાર દ્વારા સાત લાખ કિંમતની ડ્રોન સિસ્ટમ વિનામૂલ્ય આપવામાં આવી હતી. હાલ આ ડ્રોનથી હું ખેતરોમાં દવા છંટકાવ કરું છું, જે ડ્રોનથી પાક માટેના દુશ્મન કીટકોનો સરળતાથી નાશ થઈ જાય છે. આ ડ્રોનથી દવા છંટકાવવા માટે મને પ્રતિ એકરે ૪૦૦ રૂપિયા મળે છે, જેથી મહિને દસથી બાર હજારની આવક સરળતાથી મળી રહે છે. સરકારશ્રી દ્વારા મહિલાઓ માટે આ ખૂબ સારી યોજના બનાવી છે જે માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓના આર્થિક ઉત્કર્ષ માટે ડ્રોન દીદી યોજના અંતર્ગત મહત્વની પહેલ કરવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની સાથે મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનું સ્વપ્ન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું છે. આ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન ખરીદવા માટે સબસીડી આપવામાં આવે છે ઉપરાંત મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ યોજના થકી મહિલાઓને નવી કુશળતા શીખવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તક મળે છે જેથી મહિલાઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના જીવન ધોરણમાં ક્રાંતિકારી સુધારો લાવવા માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!