NATIONAL

જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાન SC-ST એક્ટ દાયરામાં નહીંઃસુપ્રીમ કોર્ટ

આ ચુકાદો આપતા દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે SC-ST સમુદાયથી આવનારા કોઈપણ વ્યક્તિને તેની જાતિનો ઉલ્લેખ કર્યા વિના અપમાનિત કરવાની ઘટનાને SC-ST એક્ટ 1989ની કડક જોગવાઈ હેઠળ અપરાધ માનવામાં આવશે નહીં.

જસ્ટિસ જે બી પારદીવાલા અને મનોજ  મિશ્રાની બેન્ચે એક ઓનલાઈન મલયાલમ સમાચાર ચેનલના સંપાદક સાજન સ્કારિયાને  આગોતરા જામીન આપતા આ ચુકાદો આપ્યો હતો. સ્કારિયા  સામે SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર આરોપ છે કે, તેમણે SC  સમુદાયમાંથી આવનારા સીપીએમ ધારાસભ્ય શ્રીનિજનને ‘માફિયા ડોન’ કહ્યો હતો. ટ્રાયલ કોર્ટ અને  કેરળ હાઇકોર્ટે તેમને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. સંપાદક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા અને ગૌરવ અગ્રવાલની દલીલોને કોર્ટે સ્વીકાર કરી લીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, SC-ST સમુદાયના કોઈપણ સદસ્યનું જાણી જોઈને કરવામાં આવેલું અપમાન અથવા ધમકી જાતિ આધારિત  અપમાનની ભાવના ઉત્પન્ન નથી કરતી.

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, અમારા અભિપ્રાયમાં પ્રથમ દ્રષ્ટિએ એવું કંઈ પણ નથી કે, જે એ સંકેત આપે કે, સ્કારિયાએ યુટ્યુબ પર વિડિયો પ્રસારિત કરીને અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સદસ્યો વિરુદ્ધ દુશ્મની નફરત અથવા દુર્ભાવનાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું  હોય. વીડિયોનું SC‌ અથવા STના સદસ્યો સાથે સામાન્ય રીતે કોઈ લેવા-દેવા નથી તેમનો ટાર્ગેટ માત્ર શ્રીનિજન હતા.  ખંડ પીઠે આગળ કહ્યું કે, અપમાન કરવાના ઈરાદાને વ્યાપક સંદર્ભમાં સમજવો જોઈએ જેમાં હાસ્યમાં ધકેલાઈ ગયેલા સમુહોના અપમાનની વિભાવના વિવિધ વિદ્વાનો દ્વારા સમજાવવામાં આવે છે. ખંડ પીઠે વધુમાં કહ્યું કે, આ સામાન્ય અપમાન કે ધમકી નથી જેને 1989ની જોગવાઈ હેઠળ સજાપાત્ર બનાવવાની માંગ કરવામાં આવે છે.

‘માફિયા ડોન’ સંદર્ભનો ઉલ્લેખ કરતા પીઠે કહ્યું કે, નીંદનીય આચરણ અને આપવામાં આવેલ અપમાનજનક નિવેદનોની પ્રકૃતિને ધ્યાનમાં રાખી સ્કારિયા વિશે કહી શકાય કે, તેમણે IPCની કલમ 500 હેઠળ દંડપાત્ર માનહાનિનો અપરાધ કર્યો છે. જો એવું છે તો ફરિયાદી અપીલ કરનાર વિરુદ્ધ તે પ્રમાણે કેસ ચલાવી શકે છે.

Back to top button
error: Content is protected !!