GUJARATPANCHMAHALSHEHERA

વિધવાને દિયર દ્વારા હેરાનગતિ માં 181 મહિલા હેલ્પલાઇન ગોધરા મદદે

        પતિના અવસાન બાદ મહિલાને ત્રણ બાળકો સાથે દિયર દ્વારા ઘરમાંથી કાઢી મુકતા મદદ માટે 181 માં જાણ કરેલ

 

પંચમહાલ ગોધરા

  1. નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પીડીતાનો કોલ આવતા જણાવેલ કે તેમના પતિના અવસાન બાદ ત્રણ બાળકો સાથે તેમના દિયરે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કેતેમને સંતાનમાં ત્રણ બાળકો છે અને તેઓ આંગણવાડીમાં તેડાગર તરીકે ફરજ બજાવે છે તેમના દિયર તેમની સાથે અવારનવાર નશો કરીને ઝઘડો કરે છે તેમજ તેમના પતિના હિસ્સામાં જે ઘર છે તે ઘરમાં તેઓ રહે છે તેમાંથી ત્રણ બાળકો સાથે તેમને કાઢી મૂક્યા છે તેમના દિયર તેમના પર આક્ષેપ લગાવે છે કે તેઓને અન્ય પુરુષ સાથે સંબંધ છે જેથી તેઓ તેમને રહેવા દેતા નથી તેમજ તેમના પતિના અવસાન બાદ જે તે વારસદારની મિલકત છે તેમાં તેમનો કોઈ હિસ્સો નથી તેથી તેમને ઘરમાંથી કાઢી મૂકી ઘરને તાળું મારી દીધું. બાળકો લઈને રસ્તા પર આવી જતા પીડીતા એ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરી મદદ માગી.

181 ટીમ દ્વારા પીડીતાના દિયર નો અસરકારક કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું તેમજ તેમના પતિના હિસ્સામાં પીડિતાનો પૂરેપૂરો હક છે તે તેમના પતિના હિસ્સાના ઘરમાં રહી શકે છે તે બાબતે સમજાવ્યા પરંતુ નશાની હાલતમાં પીડીતાના દિયર કઈ પણ સમજવા તૈયાર ન હતા તેમજ મારા બાપ દાદાની મિલકતમાં મારા ભાઈના અવસાન બાદ મારો એકલા નો હિસ્સો રહે છે તેમ કરી ઘરની ચાવી આપતા ન હતા અને ઘરમાં બધી તોડફોડ કરી હતી. જેથી પીડિતાને ન્યાય મળી રહે અને રક્ષણ માટે 181 ટીમ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ આગળની કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે. દિયર દ્વારા ઘરમાં તોડફોડ કરી ઘરમાંથી કાઢી મૂકે તાળું મારી દેતા ત્રણ બાળકો સાથે રસ્તા ઉપર ઉભેલા પીડીતાની સમયસર મદદ પહોંચાડવા બદલ પીડીતાએ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!