GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની એમજીએસ હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થિઓ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૫/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ જી એસ હાઇસ્કુલ ખાતે શનિવારના રોજ જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રિય સેવા યોજના અંતર્ગત આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમા સમગ્ર વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ આ પ્રસંગે હાજર રહ્યો હતો. શાળાના પ્રાંગણમાં બાળ કૃષ્ણ દ્વારા મટકી ફોડી હતી જેને કૃષ્ણ ભજન સાથે તમામ વિદ્યાર્થીઓએ વધાવી લીધી હતી. શિક્ષણ સાથે સાંસ્કૃતિક વારસો જાળવવા ના ભાગ રૂપે શાળામા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે.