NANDODNARMADA

સાગબારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી લીધો

સાગબારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી લીધો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરીમાં રહેલા પોલીસ જવાનોએ ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી લઇ અનડીટેક્ટ ગુના ને ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન રાજપીપલા તથા પી.જે.પંડયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા, નાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ તથા વાહન ચેકિંગની કામગીરીમાં કાર્યરત રહેલ દરમ્યાન સાગબારા પો.સ્ટે.ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રૂ . ૩૦ હજાર કિંમતની હીરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે આરોપી (૧)મહેશભાઇ કોથાભાઈ વસાવા ઉ.વ.૧૮ રહે.નેવડીઆંબા, તા.સાગબારા, જી.નર્મદાને પકડી લઇ અનડીટેકટ ગુનાને ડિટેકટ કરી સફળ કામગીરી કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!