NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ગત ૨૪ કલાક દરમિયાન ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો હતો

નર્મદા જિલ્લામાં ગત ૨૪ કલાક દરમિયાન ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો

 

 

નર્મદા જિલ્લામાં વરસાદી સિઝનમાં આજદિન સુઘી સરેરાશ કુલ ૨૩૨ ઇંચ વરસાદ નોંધાયો

 

જિલ્લામાં મંગળવારે સવારે ૬ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં નોંધાયો ૪ ઇંચ વરસાદ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં તા.૨૭ મી ઓગષ્ટ, ૨૦૨૪ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૧૬ મિ.મિ. સાગબારા તાલુકામાં ૧૬ મિ. મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૬૬ મિ.મિ. નાંદોદ તાલુકામાં ૫૯ મિ.મિ. અને તિલકવાડા તાલુકામાં ૧૦૨ મિ.મિ. વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૧૩૮૯ મિ.મિ. દેડિયાપાડા તાલુકામાં ૧૨૫૧ મિ.મિ. તિલકવાડા તાલુકામાં ૧૧૭૫ મિ.મિ. ગરૂડેશ્વર તાલુકામાં ૭૬૫ મિ.મિ. નાંદોદ તાલુકો ૧૨૦૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૫૮૮૭ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

 

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૩૪.૭૯ મીટર, કરજણ ડેમ ૧૦૮.૪૨ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૬ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૫૫ મીટરની સપાટી, રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Back to top button
error: Content is protected !!