MALIYA (Miyana) માળીયા મિંયાણા નજીક નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા:તંત્ર દ્વારા હાઇવે બંધ કરાવાયો..
MALIYA (Miyana) માળીયા મિંયાણા નજીક નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા..તંત્ર દ્વારા હાઇવે બંધ કરાવાયો..
માળીયા નેશનલ હાઇવે ઉપર ખીરઈ ગામના પાટિયા નજીક પાણીનો પ્રવાહ વધતા વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી…
માળીયા મિયાણાના હરીપર ગામ નજીક આવેલા મીઠાંના અગરમાં ભરાયા પાણી..અગરિયાઓને અગરથી દૂર રહેવા સૂચના
નવલખી પાસે લવણપુર વિસ્તારમાં મીઠાના અગરોમાં પાણી ભરાયાં..મીઠા ઉદ્યોગને મોટી નુકશાની થવાનો અંદાજ..
માળીયા તાલુકાના ફતેપુર ગામમાં ડેમના પાણી ઘુસ્યા મચ્છુ ડેમના વિવિધ દરવાજાઓ ખોલવામાં આવતા નીચાણાવાળા ગામોમાં પાણી ઘૂસ્યા મોરબી જિલ્લામાં માળીયાના નિચાણવાળા
વધુ વરસાદની આગાહીના પગલે હજુ પણ પાણીનું પ્રવાહ વધી શકે છે જેથી ગામડાઓમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ટ્રેક્ટર સહિતના સાધનોની વ્યવસ્થા કરી ફતેપર ગામથી 45 જેટલા લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત
કરવામાં આવ્યા છે. આશ્રયસ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવેલા લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.