GUJARATKUTCHMANDAVI

ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા કચ્છના રસ્તાઓને પૂર્વવત કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી.

રાપર, ગાંધીધામ, ભચાઉ સહિતના તાલુકાઓમાં રોડનું થતું સમારકામ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી  :- માંડવી કચ્છ.

માંડવી,તા-૧૧ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે રસ્તાઓ વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.કચ્છના સુરજબારી રોડ તથા રાપર તાલુકાના ગાગોદર રામપર વાંઢ રોડ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. સમય રહેતા પાણી ઓસરી જતાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાને રિપેરીંગ કરવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમો કામે લાગી છે. જેમાં ઝડપથી રોડ મોટરેબલ થાય તે ઉદેશ્ય સાથે ટ્રેકટર, જેસીબીની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે માટી અને કપચી તથા બિટ્યુમીન મટીરિયલની મદદથી રોડ રસ્તાને મોટરેબલ કરવામાં આવી રહ્યા છે. કિડાણા ગાંધીધામ રોડ તથા ભચાઉના આધોઈ-ગામડાઉ નારા રોડને મોટરેબલ કરવાની કામગીરી પૂર્ણ કરી રોડ પૂન: કાર્યરત કરવામાં આવ્યો છે તેમ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!