GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ભારે વરસાદ વચ્ચે માનવતા મહેકાવી : જલારામ પ્રાર્થના મંદિરે‌ ૧૦ હજાર ફૂડ પેકેટ તૈયાર કર્યા

 

MORBI:ભારે વરસાદ વચ્ચે માનવતા મહેકાવી : જલારામ પ્રાર્થના મંદિરે‌ ૧૦ હજાર ફૂડ પેકેટ તૈયાર કર્યા

 

 


વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સવિશેષ સેવા પ્રદાન કરવા માં આવે છે ત્યારે તાજેતર માં મોરબી જીલ્લા માં ભારે વરસાદે કહેર વર્ત્યો છે તે સમયે સંસ્થા દ્વારા સંચાલિત ડો. કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ દ્વારા શહેર ના વિવિધ ઝુંપડપટ્ટી તેમજ દુર્ગમ વિસ્તાર માં ભોજન-પ્રસાદ ની વ્યવસ્થા કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. ત્યારે તંત્ર તરફથી સુચના મળતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સ્થળાંતરિતો માટે ૧૦૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરવા માં આવી રહ્યા છે જેમાં ૧૦૦ કીલો ગાંઠીયા વિવેક ભાઈ મીરાણી, ૧૦૦૦ ફુડ પેકેટ નો સહયોગ શ્રી દરિયાલાલ અન્નક્ષેત્ર હ.અશ્વિનભાઈ કોટક તરફથી તેમજ જયેશભાઈ ટોળિયા તરફથી પ્રાપ્ત થયેલ છે. તે ઉપરાંત જ્યાં સુધી જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી સંસ્થા દ્વારા અવિરતપણે ભોજનપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થા ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.

આ ભગીરથ સેવા કાર્ય માં ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા રથ ના મુખ્ય સહયોગી હીરેનભાઈ એ.દોશી, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, પ્રિતીબેન ચંદારાણા, ગીતાબેન કારીયા, નરશીભાઈ રાઠોડ, અનિલભાઈ ગોવાણી, પપ્પુભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડિત, દીનેશભાઈ સોલંકી સહીત ના સંસ્થાના અગ્રણીઓ અવિરત સેવા પ્રદાન કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!