BHARUCHJHAGADIYA

અગિયાર દિવસ અગાઉ શિનોરના દિવેર ખાતે નર્મદામાં ડુબેલ યુવકનો મૃતદેહ વેલુગામ નજીકના  કિનારા પર મળ્યો

અગિયાર દિવસ અગાઉ શિનોરના દિવેર ખાતે નર્મદામાં ડુબેલ યુવકનો મૃતદેહ વેલુગામ નજીકના  કિનારા પર મળ્યો

 

 ભરૂચથી દિવેર ફરવા ગયેલ ચાર મિત્રો પૈકી ૨૮ વર્ષીય યુવક નદીમાં લપસી જતા લાપતા બન્યો હતો

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ નજીક નર્મદા નદીના કિનારેથી ગતરોજ તા.૨૭ મીના રોજ એક જર્જરિત હાલતમાં મૃતદેહ મળી આવતા ઉમલ્લા પોલીસે મૃતદેહનો કબજો લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ મુળ મોરબી જિલ્લાનો રહીશ અને હાલ ભરૂચના મનુબર ચોકડી ખાતે રહેતો જયદીપભાઇ લક્ષ્મણભાઇ બોપલીયા નામનો ૨૮ વર્ષીય યુવક ગત તા.૧૬ મી ઓગસ્ટના રોજ તેના ત્રણ મિત્રો મંથન પટેલ,હેમલભાઇ પરમાર તથા પ્રિતેશ ગોહિલ સાથે ફોર વ્હિલ ગાડી લઇને ચારેય મિત્રો શિનોર તાલુકાના દિવેર ખાતે નર્મદા કિનારે ફરવા આવ્યા હતા. દરમિયાન દિવેર પહોંચીને આ ચારેય મિત્રો ગાડી પાર્ક કરીને નર્મદા કિનારે ફરવા ચાલતા નીકળ્યા હતા. આ લોકો બપોરના સવા બે વાગ્યાના અરસામાં નદીના ભાઠામાં આવ્યા હતા.ત્યારબાદ આ યુવકો પૈકી જયદીપ અને હેમલ હાથ પગ ધોવા નદીના પાણીમાં ગયા હતા, દરમિયાન જયદીપ અને હેમલના પગ લપસી જતા જયદીપ પાણીમાં તણાવા લાગ્યો હતો ત્યારે જયદીપને બચાવવા જતા હેમલ પણ પાણીમાં તણાવા લાગ્યો હતો. મિત્રોને નદીમાં તણાતા જોઇને પ્રિતેશ બન્નેને બચાવવા દોડી આવ્યો હતો આ દરમિયાન મંથને હેમલને બહાર કાઢી લીધો હતો,પરંતું પ્રિતેશ પણ પાણીમાં તણાવા લાગતા કિનારા પર ભેંસો ચારતા એક પશુપાલકે આવીને લાકડીનો સહારો આપીને પ્રિતેશને બચાવી લીધો હતો. આ દરમિયાન ૨૮ વર્ષીય યુવક જયદીપ બોપલીયા નદીના પ્રવાહમાં તણાઇને ઉંડા પાણીમાં લાપતા થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો નદી કિનારે દોડી આવ્યા હતા અને નદીમાં ડુબી ગયેલ જયદીપની શોધખોળ શરુ કરી હતી,પરંતું તેની કોઇ ભાળ મળી નહતી. ત્યારબાદ આ ઘટનાના અગિયાર દિવસ બાદ ગતરોજ તા.૨૭ મીના રોજ સવારના દસેક વાગ્યાના સમયે મંથન પટેલને ખબર મળી હતી કે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના વેલુગામ પાસે નર્મદા કિનારેથી એક પુરુષનો જર્જરિત હાલતમાં અને જળચર જીવો દ્વારા ખવાયેલ મૃતદેહ મળ્યો છે.ત્યારબાદ મંથન પટેલે સ્થળ ઉપર આવીને જોતા આ જર્જરિત હાલતવાળો મૃતદેહ તા.૧૬ મીએ શિનોરના દિવેર ખાતે નર્મદામાં ડુબી ગયેલ તેના મિત્ર જયદીપનો હોવાનું જણાતા મંથને સદર મૃતદેહ જયદીપનો હોવાની ઓળખ આપી હતી.આ ઘટના સંદર્ભે મંથન પટેલ રહે.ભરૂચનાની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે જાણવાજોગ નોંધ લઇને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!