BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

શિહોદ ચોકડી પાસે ભારજ નદી પરના બ્રિજની મુલાકાત લેતા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર.

ભારે વરસાદના પગલે જિલ્લાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પધારેલા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ મંત્રીશ્રીએ છોટાઉદેપુર જિલ્લાના શિહોદ ચોકડી પાસે ભારજ નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ તૂટેલા બ્રિજનું નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી અભેસિંહ તડવી, જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર સહિત અધિકારી-પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

Back to top button
error: Content is protected !!