GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ડેરોલ સ્ટેશન અંડર બ્રીજ માંથી વરસાદી પાણી કાઢવા પંચાયત દ્વારા કામગીરી શરૂ કરાઈ
તારીખ ૨૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ના ૩૨ નંબર ના અંડર બ્રીજ (ગરનાળા) મા છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના પગલે પાણી ભરાતા આવાગમન મુશ્કેલ બની ગયુ હતુ અને આ નાળુ અવર જવર માટે બંધ કરાયુ હતુ.પરિણામે જનતાને છેક પિગળી ફાટક થઈને દોઢ થી બે કિલોમીટર લાંબી મુસાફરી કરવાની ફરજ પડતી હતી જેને પરિણામે ગતરોજ ડેરોલ સ્ટેશન ગ્રામપંચાયત દ્વારા પાણી કાઢવા માટે ત્રણ પંપ મૂકવામાં આવ્યા છે જેને કારણે થોડા સમયમાં જ નાળા મા રહેલુ વરસાદી પાણી સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવશે અને આ ગરનાળુ પુનઃઅવરજવર માટે ઉપયોગમાં લેવાશે.