વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સુરત શહેરનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા માટે આવ્યો હતો. ત્યારે સાપુતારા ટેબલ પોઈન્ટ પર ભીડનો ગેરલાભ લઈ આ પ્રવાસી ના ખિસ્સામાંથી 60 હજાર ની કિંમતનો મોબાઇલ ચોરી કરવામાં આવેલ હોવાની ફરિયાદ સાપુતારા પોલીસ મથકે નોંધાઈ છે.
સુરત શહેરના અનમોલ પાર્ક સોસાયટી ખાતે રહેતા બકુલ ગોરધન ગૌદાણી પોતાના પરિવાર સાથે ગત તા.25/08/2024 ના રોજ પોતાના કબજાની ફોર વ્હીલ રજી.નં.GJ -05-RM-9191 પર સવારે થઈને સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતા. બકુલભાઈ અને તેમના પરિવારના સભ્યો સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર પ્રવેશ્યા હતા ત્યારે ત્યાં ટ્રાફિક અને વધારે ભીડ તથા વરસાદ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું. જેથી તેમણે ગાડી પાર્ક કરી ટેબલ પોઈન્ટ ઉપર પાર્કિંગ ટિકિટ લઈ રહ્યા હતા. ત્યારે તેમણે મોબાઇલની શોધખોળ કરતા મોબાઈલ ખિસ્સામાં મળી આવ્યો ન હતો. ત્યારે વધારે ભીડનો ગેરલાભ લઈને કોઈ અજાણ્યા ચોર ઈસમએ બકુલભાઈ ના ખિસ્સામાં રહેલ સેમસંગ કંપનીનો મોબાઈલ (જેની કિંમત રૂપિયા ૬૦,૫૦૦/- ) ની ચોરી કરી હોવાનું જણાય આવતા તા.28/08/2024 ના રોજ સિટીઝન પોર્ટલ ઉપર ઇ – એફ.આઇ.આર. કરવામાં આવી હતી. જે બાદ સાપુતારા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે મોબાઈલ ચોરીને લઈને સાપુતારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.